હળવદ : હળવદના સ્મશાન ગૃહમાં વિવિધ સુવિધાઓ પૂરી પાડવા માટે ભાજપના યુવા મોરચાના વિશેષ આમંત્રિત સભ્ય નયન દેત્રોજા (પટેલ)એ સાંસદ મહેન્દ્રભાઈ મુંજપરા અને ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાને લેખિત રજૂઆત કરી છે.નયન દેત્રોજાએ જણાવ્યું છે કે હળવદ શહેરના સ્મશાન ગૃહમાં વિવિધ સમાજના લોકોના સતીમા, સુરાપુરા તેમજ પૂજનીય સ્થાનક આવેલા છે. ત્યારે સ્મશાન ગૃહ માટે ગ્રાન્ટ ફાળવીને પેવર બ્લોક, અગ્નિદાહ આપવાની ખાટડી જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવે તો લોકોને પડતી અગવડ દૂર થઈ શકે તેમ છે.