મોરબી : મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે ઉપર લાલપર નજીક ટ્રક ચાલકે બાઈક ચાલકને પાછળથી ઠોકર મારી શરીર ઉપર ટ્રક્નું વ્હીલ ફેરવી દઈ અકસ્માત સર્જતાં બાઈક ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે ઉપર લાલપર નજીક RJ-07-GC-2371ના ટ્રક ચાલકે GJ-36-AG-8471 નંબરનું બાઈક લઈને જઈ રહેલા રાજેશભાઇ રતીલાલ ફળદુને પાછળથી ઠોકર મારતા ટ્રક ટેઇલરના ટાયર શરીર ઉપર ફરી વળતા રાજેશભાઈનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક વાહન રેઢું મૂકી નાસી ગયો હતો. આ ઘટના અંગે મૃતકના પુત્ર હિતભાઇ રાજેશભાઇ ફળદુએ મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.