મોરબી : ઇન્ડિયન લાયોનેશ કલબ મોરબી દ્વારા ચીફ પેટ્રોન હિતેશભાઈ પંડયાના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે દર વર્ષેની જેમ આ વર્ષે પણ સાક્ષરતા વીકની ઉજવણી કરવામાં આવી હતી.સાક્ષરતા વિક તરીકે ઉજવણીના ભાગરૂપે મોરબીના આર્થિક રીતે નબળી પરિસ્થિતિના પરિવારના 30 બાળકોને નિઃશુલ્ક CCCનો કમ્પ્યુટરનો કોર્સ શરૂ કરાવવામાં આવ્યો હતો. એ કોર્સ આજરોજ પૂરો થયો એ સાથે દરેક 30 બાળકોને કોર્સના સર્ટિફિકેટ આપવામાં આવ્યાં હતા. આ તકે પ્રેસિડેન્ટ મયૂરીબેન કોટેચા, નેશનલ જોઈન્ટ સેક્રેટરી શોભનાબા ઝાલાએ પ્રોજેક્ટના દાતા નરેશભાઈ કાનજીભાઇ મેપાની (દુબઇ)અને સુજાતન કમ્પ્યુટર ક્લાસના હિનાબેન પરમારનો ક્લબ વતી આભાર માન્યો હતો. ક્લબ મેમ્બર હીનાબેન પંડ્યા સુનિતાબેન દોશી પૂનમબેન હિરાણી અને કોમલબેન આચાર્ય બધાએ સાથે મળીને પ્રોજેક્ટ સફળ બનાવ્યો હતો.