‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ અન્વયે મોરબી જિલ્લાના ૨૭૬૩ લાભાર્થીઓએ મેળવ્યો આયુષ્માન કાર્ડ યોજનાનો લાભમોરબી : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય પણ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સક્રિય રીતે જોડાયું છે. જે અન્વયે મોરબી જિલ્લાના ગામે-ગામ વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ પરિભ્રમણ કરી રહ્યા છે. ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ દરમિયાન વિવિધ કલ્યાણકારી યોજનાલક્ષી કાર્યક્રમો દ્વારા વિવિધ યોજનાઓના લાભ સામાન્ય જનતા સુધી પહોંચાડવામાં આવે છે.યાત્રા દરમિયાન રથ ગ્રામજનો સાથે મુલાકાત કરી લોકોને રોગની અસર અને તેની સારવાર માટે થતા મસમોટા મેડિકલ ખર્ચ સામે રક્ષણ આપવા સરકાર દ્વારા આયુષ્માન કાર્ડની યોજના શરૂ કરવામાં આવી છે. આ આયુષ્માન કાર્ડ યોજનામાં ૧૦ લાખની મર્યાદામાં સારવારનો ખર્ચ સરકાર ઉઠાવે છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન આયુષ્માન કાર્ડ વિશે માહિતી પુરી પાડી ઘર આંગણે લોકોને આયુષ્માન કાર્ડ બનાવી આપવાની સવલત પૂરી પાડવામાં આવી રહી છે.વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ પરિભ્રમણ દરમિયાન જિલ્લામાં ૬ ડિસેમ્બર સુધીમાં ૮૮ ગ્રામ પંચાયત સુધી પહોંચ્યો છે, જે દરમિયાન ૨૭૬૩ લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-આયુષ્માન કાર્ડની સેવા પૂરી પાડવામાં આવી છે. આ લાભાર્થીઓ માટે આ આયુષ્માન કાર્ડ સંકટ સમયની સાંકળ સાબિત થશે. હવે ગરીબ પરિવારો માટે આશીર્વાદ બની છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના.