મોરબી : હાલ મોરબી જીલ્લાના દરેક તાલુકામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલી રહી છે. આ વિકસિત સંકલ્પ યાત્રા રથનું મોરબી તાલુકાના રંગપર (બેલા) ગામ ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં રંગપર (બેલા) ગામના સરપંચ તથા મોરબી ગ્રામ્ય મામલતદાર નિખીલ મહેતા, પંચાયત વિભાગના નોડલ ઓફિસર તેમજ તમામ વિભાગોના કર્મચારીઓ હાજર રહી સંકલ્પ યાત્રાનું સ્વાગત કર્યુ હતું. આ તકે મામલતદાર દ્વારા સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવેલા લાભાર્થીઓ સાથે સંવાદ કરવામાં આવ્યો હતો અને સરકારની યોજનાઓનો લાભ મેળવવા પાત્ર કોઈપણ નાગરિક સહાયથી વંચિત ન રહે તેની સ્થાનિક કર્મચારીઓ સાથે સમીક્ષા કરી હતી. વધુમાં મામલતદારેે જણાવ્યું હતું કે, આ યાત્રાનો હેતુ છેવાડાના માનવી સુધી પહોંચવાનો છે અને તેમની સેવા માટે વહીવટી તંત્ર કટિબદ્ધ છે. આ તકે રંગપર પ્રાથમિક શાળાઓની વિદ્યાર્થીનીઓ દ્વારા ધરતી કરે પોકારની વિશિષ્ટ કૃતિ રજૂ કરી પ્રાકૃતિક ખેતી માટેનો જાગૃતિ સંદેશો આપ્યો હતો.