મોરબી : મોરબી તાલુકાના બહાદુરગઢ નજીક સેનેટરી ફેકટરીમાં બાળ શ્રમિકોને કામે રાખવામાં આવ્યા હોવાની બાતમીને આધારે મદદનીશ શ્રમ આયુક્તની કચેરી દ્વારા દરોડો પાડી બાળ શ્રમિકને મુક્ત કરાવી બાળ શ્રમિકને કામે રાખનાર કોન્ટ્રાકટર વિરુદ્ધ ગુન્હો નોંધવામાં આવ્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના બહાદુરગઢ નજીક આવેલ એ.જી.એલ.સેનેટરીવેર નામના કારખાનામાં બાળ શ્રમિકોને કામે રાખવામાં આવ્યા હોવાની બાતમીને આધારે મદદનીશ શ્રમ આયુક્તની કચેરી દ્વારા દરોડો પાડવામાં આવતા રૂપિયા 10 હજારના પગારથી એક તરુણને કામે રાખવામાં આવ્યો હોવાનું સામે આવતા તરુણને કામે રાખનાર આરોપી કોન્ટ્રાકટર લખાઇ પાંડુ કીશકુ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુન્હો નોંધાવવામાં આવ્યો છે.