મોરબી : મોરબીમાં બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરના ૬૭માં મહાપરિનિવાર્ણ દિન નિમિત્તે તા.૬ના સાંજના ૬-૩૦ કલાકે નહેરૂ ગેટ ચોકથી મૌન ધમ્મ યાત્રા નીકળશે. જેમાં નગરપાલિકા ખાતે ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પ અર્પણ કરી કેન્ડલ પ્રગટાવી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે. આ વેળાએ બંધારણનાં આમૂખના વાંચનનો કાર્યક્રમ પણ યોજવામાં આવશે. આ તકે બોહોળી સંખ્યામાં સફેદ વસ્ત્રોમાં ઉપસ્થિત રહેવા મોરબીમાં અનુસુચિત જાતિ તથા બહુજન સમાજના મૂળનિવાસી લોકોને નાનજીભાઈ સોલંકી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.