સામાજિક કાર્યકર હસમુખભાઈ ગઢવી અને સાંસદ મોહનભાઇ કુંડારિયાની રજૂઆતને પગલે 50 કરોડના ખર્ચે બનશે ફલાય ઓવરમોરબી : મોરબીના નટરાજ રેલવે ફાટકે ટ્રાફિક સમસ્યા નિવારવા ઓવરબ્રિજનું ગઈકાલે ખાતમુહૂર્ત થયા બાદ મોરબીના લોકો માટે વધુ એક સારા સમાચાર સામે આવ્યા છે જેમાં શનાળા રોડ ઉપર ઉમિયા સર્કલે રૂપિયા 50 કરોડના ખર્ચે ફલાય ઓવર બ્રિજ બનાવવા મંજૂરી મળી છે.વૈશ્વિક સિરામિક હબ મોરબીમાં વકરેલી ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે સરકાર પ્રયત્નશીલ છે ત્યારે સામાજિક કાર્યકર હસમુખભાઈ ગઢવી અને સાંસદ સભ્ય મોહનભાઇ કુંડારિયા દ્વારા મોરબીના ઉમિયા સર્કલ ખાતે ફલાય ઓવરબ્રિજ નિર્માણ કરવા રજુઆત કરવામાં આવતા ગુજરાત સરકાર દ્વારા શનાળા રોડ ઉપર આવેલ ટ્રાફિક જંકશન ઉમિયા સર્કલ ઉપર રૂપિયા 50 કરોડના ખર્ચે ફલાય ઓવરબ્રિજ નિર્માણ કરવા મંજૂરી આપી છે.વધુમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા માર્ગ અને મકાન વિભાગના પત્રને અનુસંધાને શનાળા રોડથી ઉમિયા સર્કલને જોડતા માર્ગ ઉપર ફલાય ઓવર બ્રિજ નિર્માણ કરવા માટે રૂપિયા 50 કરોડનો ખર્ચ મંજુર કરવાની સાથે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા મોરબી નગરપાલિકાના આ નવા પ્રોજેકટ માટે રાજકોટ પ્રાદેશિક નગરપાલિકા કચેરીને રૂપિયા 5 કરોડની ગ્રાન્ટ પણ ફાળવી દેવામાં આવી હોય ટૂંક સમયમાં જ મોરબીના ઉમિયા સર્કલ ખાતે ફલાય ઓવર નિર્માણની કામગીરી શરૂ થવાના સંકેતો મળી રહ્યા છે.