ખરાબ રસ્તાને કારણે ગામલોકોને અવરજવરમાં પડતી હાલાકીમોરબી : મોરબી નજીક આવેલા ઝીંઝુડા ગામથી આમરણ ગામને જોડતો 10 કિમીનો રસ્તો અત્યંત ભંગાર હાલતમાં હોવાથી ગામલોકોને અવરજવર કરવામાં ભારે હાલાકી પડે છે. આ ખરાબ રોડ પ્રશ્ને યોગ્ય કાર્યવાહી કરે તેવી ગામલોકોએ માંગ કરી છે.મોરબી તાલુકાના ઝીંઝુડા ગામથી આમરણ ચોવીસી ગામ સુધીનો 10 કિમીનો રસ્તો ઘણા સમયથી એકદમ ખરાબ હાલતમાં છે. ગામલોકોના જણાવ્યા મુજબ આ રસ્તો એટલો ખખડધજ થઈ ગયો છે કે, અવરજવર કરવામાં અકસ્માતનું જોખમ રહે છે. આ રસ્તા ઉપર ઠેરઠેર ગાબડાઓ પડી ગયા છે અને ચોમાસામાં તો આ રસ્તાની ખૂબ જ નાજુક હાલત થઈ જાય છે. આ રસ્તો એકદમ અંતરીયાળ હોવાથી બન્ને ગામના લોકોને ભારે મુશ્કેલી પડે છે. જેથી ઝીંઝુડાથી આમરણ ગામ સુધીના ખરાબ રોડ મામલે સંબધિત તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી લોકોએ માંગ ઉઠાવી છે.