ધારાસભ્ય કાંતિલાલના કાર્યાલય ખાતે યોજાયેલ સ્નેહમિલનમાં મતભેદો ભૂલી નવી ઉર્જા સાથે કામે લાગી જવાની હાકલ કરાઈમોરબી : મોરબી-માળીયા વિધાનસભા બેઠકના ભાજપનો સ્નેહમિલન કાર્યક્રમ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના કાર્યાલય ઉમા ટાઉનશીપ ખાતે યોજાયો હતો. જેમાં મોરબી અને માળીયાના ભાજપ અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને એકમેકને નવા વર્ષની શુભેચ્છાઓ આપી નવી ઉર્જા સાથે કામે લાગી જવાનો સંકલ્પ લીધો હતો.ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના નિવાસસ્થાને યોજાયેલા સ્નેહમિલનમાં ભાજપના દિગજ્જ અગ્રણીઓ અને નાનામાં નાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે મહાનુભાવોએ ભાજપના અગ્રણીઓ અને તમામ કાર્યકરોને નવા વર્ષની શુભેચ્છાઓ આપી નવા વર્ષમાં નવી ઉર્જા સાથે જુના તમામ મતભેદો ભૂલીને એકજુટ થઈ પ્રજાના પ્રશ્નો ઉકેલવા તેમજ ભાજપ સંગઠનને સ્થાનિક કક્ષાએથી મજબૂત બનાવવા અને આવનારી ચૂંટણીઓમાં ભાજપને બહુમતીથી વિજયી બનાવવા માટે પ્રજાનો વિશ્વાસ જીતવાના કામે લાગી જવાનો સંકલ્પ લેવાની હાકલ કરી હતી.સ્નેહમિલનના કાર્યક્રમમાં પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતિ કવાડિયા, જિલ્લા ભાજપ પ્રભારી હિતેશ ચૌધરી, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, પ્રકાશ વરમોરા, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી, ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયા, જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદ વાસદડીયા, પ્રદીપભાઈ વાળા, મગનભાઈ વડાવીયા જિલ્લા ભાજપ મહામંત્રી જેઠાભાઇ મીયાત્રા, કે.એસ. અમૃતિયા, નરેન્દ્રસિંહ ઝાલા, શહેર મહામંત્રી ભાવેશ કંજારીયા, રિશીપભાઈ કૈલા, અનિલભાઈ મહેતા, જયુભા જાડેજા, નિર્મલ જારીયા, સિરામિક એસો. પ્રમુખો, મોરબી શહેર, તાલુકા, માળીયા શહેર અને તાલુકાના ભાજપના હોદેદારો,મોટો સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.