જિલ્લા ભાજપ દ્વારા જિલ્લા કાર્યાલય અને તાલુકા ભાજપ દ્વારા રવાપર ચોકડી કાર્યાલય ખાતે ઉજવણી કરાશેમોરબી : આજે રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણા રાજ્યની ચૂંટણી પરિણામોમા વડાપ્રધાન મોદીનો જાદુ ચાલી જતા ત્રણ રાજ્યોમાં ભાજપ વિજયકુચ ભણી આગળ વધી રહ્યો હોય મોરબી જિલ્લા અને તાલુકા ભાજપ દ્વારા અલગ અલગ બે સ્થળે ચાર વાગ્યે વિજ્યોત્સવ ઉજવવાનું જાહેર કર્યું છે.ચાર રાજ્યોના ચૂંટણી પરિણામ બાદ વડાપ્રધાન મોદીની ગેરંટી ઉપર મતદારોએ વિશ્વાસ વ્યકત કરી ત્રણ રાજ્યોમાં ભાજપના વિજયરથને આગળ ધપાવતા આજે સાંજે ચાર કલાકે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી, મીઠાઈ અને ઢોલ નગારા સાથે વિજ્યોત્સવ મનાવવામાં આવનાર હોવાનું જિલ્લા ભાજપ મહામંત્રી અને કાર્યાલય પ્રભારી જેઠાભાઇ મિયાત્રા દ્વારા જણાવાયું છે.બીજી તરફ મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાસદળીયા દ્વારા ચાર રાજ્યોના ચૂંટણી પરિણામો બાદ ત્રણ રાજ્યોમાં ભાજપના વિજય પતાકા લહેરાતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં ભાજપને મળેલી સફળતાને વધાવવા સાંજે 4 કલાકે તાલુકા ભાજપ કાર્યાલય રવાપર ચોકડી ખાતે ફટાકડા ફોડી, મીઠાઈ વહેંચી વિજ્યોત્સવ મનાવવામાં આવશે તેમ જણાવી તમામ ચૂંટાયેલા પ્રતિનિધિ, કાર્યકર્તા, આગેવાનોને હાજર રહેવા અનુરોધ કર્યો છે.