મોરબી : મોરબીમાં ઋષિ પ્રભાકરજી પ્રેરિત SSY સિદ્ધ સમાધિ યોગ શિબિરનો તા.17 ડિસેમ્બરના સંસ્કાર ઈમેજીંગ જી.આઈ.ડી.સી.ના સભાખંડ ખાતે પ્રારંભ થવાનો છે. આ શિબિર ચૌદ દિવસ સુધી ચાલશે.સિદ્ધ સમાધિ યોગ શિબિરમાં જીવનને પૂર્ણ કળાએ ખિલવવા અતિ સરળ તથા વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રાણાયામ, ધ્યાન, યોગ્ય ખોરાકની સમજ, યોગાસન, આંતરિક સમજણ સદા આંનદમાં રહેવાની કળા જેવી વિવિધ બાબતો વિશે માર્ગદર્શન આપવામાં આવશે.પંચકોષ શુદ્ધિકરણ પોઝીટીવ મેન્ટલ હેલ્થ અને પર્સનાલીટી ડેવેલોપમેન્ટની લેટેસ્ટ મોર્ડન ટ્રેઈનીંગ જે આંતરાષ્ટ્રીય સ્તરે (S.S.Y.) નામે પ્રચલિત છે, SSY ની શિબિરથી હઠીલા રોગોમાં રાહત થાય છે, યોગની સચોટ જાણકારી તેમજ આવડત પ્રાપ્ત થાય છે.મોરબીના જાણીતા યોગ ટીચરના માર્ગદર્શન હેઠળ યોગાશન, પ્રાણાયામ, ધ્યાનનું માર્ગદર્શન પ્રાપ્ત કરવા દિવ્યજીવન જીવવા માટેની સાધના પ્રાપ્ત કરવા વ્યશનમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માનવ જીવન સગા વહાલા સ્નેહીજનો માટે પરિવાર માટે, સમાજ માટે, દેશ માટે ઉપયોગી બને એવું જીવન કલ્યાણ માટે જીવન ઉપયોગી ભાથું પ્રાપ્ત કરવા શિબિરમાં જોડાવા અને જીવનને યોગમય બનાવવા માટે આહવાન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં જોડાવવા માટે નવનીતભાઈ કુંડારિયા મો.9825224898, ધ્રુવ દેત્રોજા મો. 9913111202 અને અંબારામ કવાડિયા મો.9825263142નો સંપર્ક કરી રજીસ્ટ્રેશન કરવવાનું રહેશે.