મોરબી : તાજેતરમાં જીસીએઆરટી ગાંધીનગર, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ તથા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી મોરબી અને શંકરલાલ શાસ્ત્રી શાળા વિકાસ સંકુલ મોરબીનું એસવીએસ કક્ષાનું માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન ને નેસ્ટ K12 એજ્યુકેશન સ્કૂલ મોરબી ખાતે સંકુલના કન્વીનર અતુલભાઈ પાડલીયાના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યું હતું.સાંસદ મોહનભાઈ કુંડારીયા, મોરબી તાલુકાના અને જિલ્લાના અન્ય પદાધિકારી અશોકભાઈ દેસાઈ, અજયભાઈ લોરીયા, જયંતીભાઈ, ધનજીભાઈ દંતાલીયા, અરવિંદભાઈ વાંસડિયાના હસ્તે આ ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન 2023-24 ખુલ્લુ મુકવામાં આવેલ આ પ્રદર્શન કુલ પાંચ વિભાગમાં યોજવામાં આવ્યું હતું. જેમાં મોરબી જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાના કુલ 62 જેટલા બાળ વૈજ્ઞાનિકો અને તેમના 30 જેટલા માર્ગદર્શક ગુરૂજનોએ ભાગ લીધેલ હતો.આ પ્રદર્શનમાં મોરબી જિલ્લા શિક્ષણ અધિકારી નિલેશભાઈ રાણીપા, A.E.I નગીનભાઈ પટેલ, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ મનોજભાઈ ઓગણજા, ઉપપ્રમુખ નિલેશભાઈ કુંડારીયા, મંત્રી નરેશભાઈ સાણજા અને તેમની કારોબારી ટીમએ વિદ્યાર્થીની કૃતિઓ નિહાળી હતી અને વિદ્યાર્થીઓનો ઉત્સાહમાં વધારો કર્યો હતો. વિદ્યાર્થીઓએ રજૂ કરેલ કૃતિઓમાંથી કુલ પાંચ કૃતિને જિલ્લા કક્ષાની પ્રદર્શન માટે પસંદ કરવામાં આવી. નિર્ણાયક અશોકભાઈ કામરીયા અને ડો. આર કે અઘારાએ ખૂબ જ કુનેહ પૂર્વક કૃતિની પસંદગી કરી હતી. આ પ્રદર્શનને સફળ બનાવવા માટે નેસ્ટ K12 એજ્યુકેશન સ્કૂલના સંચાલક કે.આર પડસુંબીયા, આચાર્ય મોરડીયા તેમજ સંકુલના સહ કન્વીનર રાજેશભાઈ ચનીયારાએ ખૂબ જ જહેનત ઉઠાવી હતી. ભાગ લીધેલ તમામ બાળ વૈજ્ઞાનિકને સર્ટિફિકેટ તેમજ શિલ્ડ આપીને તેમના ઉત્સાહમાં વધારો કરવામાં આવ્યો હતો.