લોકોમાં તકનીકી કૌશલ્યોના ઉપયોગને પ્રોત્સાહિત કરવા 02 ડિસેમ્બરે ઉજવાય છે વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસમોરબી : વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ દર વર્ષે 02 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. કોમ્પ્યુટર સાક્ષરતા દિવસની શરૂઆત વર્ષ 2001માં કોમ્પ્યુટર સાક્ષરતાને વિશ્વના સૌથી દૂરના ખૂણે લઈ જવા અને લોકોમાં તકનીકી કૌશલ્યોના ઉપયોગને પ્રોત્સાહિત કરવા માટે કરવામાં આવી હતી‘વિશ્વ કોમ્પ્યૂટર સાક્ષરતા દિન’ તરીકે ભારતીય કોમ્પ્યૂટર કંપની NIIT દ્વારા વર્ષ 2001થી ઉજવવામાં આવી રહ્યો છે. તેનો હેતુ ટેકનોલોજીકલ કુશળતાના વિકાસને પ્રોત્સાહન આપવાનો હતો. કોમ્પ્યૂટર વપરાશકારોમાં મોટા ભાગનાં પુરુષો હોવાનું જાણવા મળ્યું છે. આથી, ખાસ કરીને ભારતમાં બાળકો, મહિલાઓ અને ગ્રામીણ વિસ્તારનાં સમુદાયમાં જાગૃતિ લાવવા અને ડિજિટલ સાક્ષરતા લાવવી જરૂરી છે.આધુનિક યુગમાં કમ્પ્યુટર જીવનમાં મહત્વનું સ્થાન ધરાવે છે. આજના સમયમાં કમ્પ્યૂટર ખૂબ જ ઝડપથી અને સરળતાથી સુલભ બન્યા છે અને આંગણીના ટેરવે માહિતીની પ્રક્રિયાને સરળ બનાવવા માટે સશક્ત બન્યા છે બ્રિટીશ ગણિતશાસ્ત્રી અને મિકેનિકલ એન્જિનિયર અને જેમના વિચારોથી કમ્પ્યૂટરની શોધ કરવામાં મદદ મળી હતી તેવા ચાર્લ્સ બેબેજે ઇ.સ. 1822માં વિશ્વનું પહેલું કમ્પ્યૂટર બનાવ્યું હતું. ત્યારથી આજ સુધી આખા રૂમમાં સમાઈ જાય એવા કમ્પ્યૂટરથી લઈને આજે માઈક્રો કમ્પ્યૂટર પણ ઉપલબ્ધ છે.કમ્પ્યુટર વિશે અવનવું1. કમ્પ્યુટર માટેનું પ્રથમ માઉસ ઇ.સ. 1964માં એન્જલબર્ટે બનાવેલું તે લાકડાનું હતું.2. વિશ્વની પ્રથમ હાર્ડડિસ્ક ઇ.સ. 1979માં બની હતી જેની ક્ષમતા પાંચ એમ.બી.ની જ હતી.3. ભારતમાં પ્રથમ કમ્પ્યુટર ઇ.સ. 1952માં કોલકાતા ખાતે લવાયેલું. ભારતમાં બનેલું પ્રથમ કમ્પ્યુટર 'સિદ્ધાર્થ' હતું.4. સામાન્ય રીતે માણસ એક મિનિટમાં 20 વખત આંખ પલકારે છે પરંતુ કમ્પ્યુટર સામે બેઠેલો વ્યક્તિ માત્ર મિનિટના સાત પલકારા મારે છે.5. કી બોર્ડની એક જ લાઇનનો ઉપયોગ કરીને સૌથી લાંબો લખાતો શબ્દ 'ટાઇપ રાઇટર' (Typewriter) છે.6. કમ્પ્યુટર સોફ્ટવેર માટે સૌથી આદર્શ ભાષા સંસ્કૃત મનાય છે.7. પ્રથમ કમ્પ્યુટર વાઇરસ મરેલી માખી હતી આજે દરરોજ હજારો નવા વાઇરસ સોફ્ટવેર બને છે.8. ડિસેમ્બરની ત્રીસ તારીખ કમ્પ્યુટર સિક્યુરિટી ડે તરીકે અને ડિસેમ્બરની બીજી તારીખ કમ્પ્યુટર સાક્ષરતા દિન તરીકે ઉજવાય છે.