મોરબી : મોરબીના નાની વાવડી ગામે પડસુંબીયા પરિવાર દ્વારા બહુચરાજી માતાજીના મંદિરના 21માં પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આ પાટોત્સવ નિમિત્તે ભવ્ય 21 યજ્ઞ કુંડનું આયોજન કરાયું હતું.હાલ નાની વાવડી ગામે પડસુંબીયા પરિવારના કુળદેવી બહુચરાજી માતાજીના મંદિરને 21 વર્ષ પૂર્ણ થતાં 21મા પાટોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ પાટોત્સવ નિમિત્તે આજે 21 યજ્ઞ કુંડનું આયોજન કરાયું હતું જેમાં 21 યજમાનોએ યજ્ઞમાં આહૂતિ આપી હતી. આ પાટોત્સવમાં પડસુંબીયા પરિવારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા.