બાળવિકાસમાં થતી તકલીફ સહિતના રોગ અંગે સારવાર આપશેમોરબી: મોરબીના કેશર ફિઝિયોથેરાપી ક્લિનિકમાં આગામી તારીખ 4 ડિસેમ્બર ને સોમવારના રોજ ન્યુરો ડેવલપમેન્ટ થેરાપિસ્ટ ગુજરાતના જાણીતા અને અનુભવી ડોકટર ડો.સવજી નકુમ સારવાર આપશે, આ માટે એપોઇન્ટમેન્ટ ફરજીયાત છે.મોરબીના સર્કિટ હાઉસ રોડ પર શિવ કોમ્પલેક્ષના બીજા માળે આવેલા ડો. મિતલ રૈયાણીના કેશર ફિઝિયોથેરાપી ક્લિનિકમાં 4 ડિસેમ્બર ને સોમવારના રોજ સવારે 9 થી બપોરે 12 વાગ્યા સુધી જાણીતા ન્યુરો ડેવલપમેન્ટ થેરાપિસ્ટ ડો. સવજી નકુમ સેવા આપશે. જેમાં બાળ વિકાસમાં થતી તકલીફ જેવી કે, સી.પી. બાળક, ઓટીઝમ, હાઈપર એક્ટિવ, ડાઉન સીંડ્રોમ, બોલવામાં તથા સમજવામાં તકલીફ, બીહેવીયર પ્રોબ્લેમ, ભણવામાં થતી તકલીફ માટે વિવિધ થેરાપી જેવી કે ફિઝિયોથેરાપી, ઓક્યુપેશનલ થેરાપી, બિહેવીયર થેરાપી, સ્પીચ થેરાપી, સેન્સરી ઈન્ટ્રીગેશન, કોગ્નીટીવ થેરાપી વગેરેની સારવાર કરવામાં આવશે. એપોઈન્ટમેન્ટ માટે ડો. મીતલ રૈયાણી (મો.નં. 9727841107)નો સંપર્ક કરવા જણાવાયું છે.