એઈડ્સને 2030 સુધીમાં નાબુદ કરી શકાય એમ છે : યુ.એન.નો અહેવાલમોરબી : વિશ્વ એઇડ્સ દિવસ દર વર્ષે 01 ડિસેમ્બરે ઉજવાય છે. AIDS (એઇડ્સ)નાં ટુંકા નામે ઓળખાતા આ રોગનું અંગ્રેજી નામ છે Acquired Immunodeficiency Syndrome અથવા Acquired Immune Deficiency Syndrome, જેને ગુજરાતીમાં ઉપાર્જિત રોગપ્રતિકાર ઉણપ લક્ષણ અથવા ઉપાર્જિત પ્રતિકાર ઉણપ લક્ષણ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય. આ એક, માનવનાં શરીરની રોગપ્રતિકાર શક્તિ પર હુમલો કરતો રોગ છે, જે HIV વાયરસ જવાબદાર છે. આ HIV વાયરસનું અંગ્રેજી નામ Human Immunodeficiency Virus છે, જેને ગુજરાતીમાં માનવ રોગપ્રતિકાર ઉણપ વાયરસ તરીકે ભાષાંતરિત કરી શકીએ.એઇડ્સના રોગને નાબૂદ કરવા માટે કરવામાં આવી રહેલાં કાર્યોને ઉજાગર કરવા માટે દર વર્ષે પહેલી ડિસેમ્બરે આ દિવસ ઉજવવામાં આવે છે. જેનો ઉદ્દેશ હ્યૂમન ઇમ્પુનો ડેફીસિયન્સી વાયરસ HIVની ઘાતક સ્થિતિની સાથે જીવી રહેલા લોકોનું મનોબળ વધાવાનો છે. વિશ્વ એઇડ્સ દિવસ ઉજવવાની શરૂઆત 01 ડિસેમ્બર, 1988 થી કરવામાં આવી છે. એચઆઇવી/એઇડ્સથી પીડિત લોકોને મદદ કરવા, એઇડ્સને રોકવા માટે લોકોમાં જાગૃતિ ફેલાવવા અને એઇડ્સ સંબંધિત ખોટી માન્યતાઓને દૂર કરીને લોકોને શિક્ષિત કરવા માટે આ દિવસની ઉવજણી કરવામાં આવે છે.યુ.એન.ના અહેવાલમાં જણાવાયું છે કે એઈડ્સને 2030 સુધીમાં નાબુદ કરી શકાય એમ છે. આ નિયંત્રણ અને નાબુદી માટે વૈશ્વિક સ્તરે આગામી 7 વર્ષ મહત્વના છે. 42 વર્ષ બાદ પણ આજે એચ.આઈ.વી.- એઈડ્સ સાથે જીવતા વાહકોને નિદાન, સારવાર, દવા તેના અધિકારો અને ભેદભાવ જેવા ઘણા મુદ્દાઓમાં તકલીફ પડી રહી છે.એઇડ્સ એક જીવલેણ રોગ છે, કારણ આ બીમારી મટાડવા હજી સુધી કોઇ દવા શોધાઇ નથી. આ બીમારીના લક્ષણો બહુ લાંબા સમય પછી જોવા મળે છે અને તે મટાડવાની કોઇ દવા નથી. એઇડ્સનો વાયરસ રોગપ્રતિકારક શક્તિને ઉપર અસર કરે છે. અને અન્ય રોગો સામે રક્ષણ મેળવવાની ક્ષમતામાં ઘટાડો કરે છે. જેનાથી દર્દીનું જીવન મુશ્કેલમાં મુકાઈ જાય છે. આજે HIVની સારવારની પદ્ધતિમાં વૈજ્ઞાનિક પ્રગતિ થઈ છે. HIV સાથે જીવી રહેલા લોકોની સુરક્ષા માટે કાયદા પણ બનાવવામાં આવ્યા છે.