મોરબી : મોરબી શહેરના ભક્તિનગર સર્કલ નજીક એસ્સાર પંપ સામે પાનની દુકાનમાંથી નશીલી આયુર્વેદિક શિરપની બોટલ સાથે સીટી એ ડિવિઝન પોલીસે એક આરોપીને ઝડપી લઈ કાનૂની કાર્યવાહી કરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ભક્તિનગર સર્કલ પાસે આવેલ મુરલીધર પાનની દુકાનમાંથી આરોપી કુલદીપભાઈ ગોવિંદભાઇ ડાંગરને 120 નંગ આયુર્વેદિક નશીલી શિરપ કિંમત રૂપિયા 18 હજાર સાથે ઝડપી લઈ બોટલ મોકલનાર હિતેશ રાવલ સામે કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.