મોરબી : મોરબી તાલુકા પોલીસે બાતમીને આધારે મોરબી - પીપળી રોડ ઉપર આવેલ શિવ કીરાણા સ્ટોરમા દરોડો પાડી નશીલા આયુર્વેદિક શિરપની 80 બોટલ કિંમત રૂપિયા 12 હજાર સાથે મોરબીના ભડિયાદ રોડ ઉપર ભડિયાદ કાંટે રહેતા આરોપી મહેશભાઈ દાનજીભાઈ ચૌહાણ નામના શખ્સને અટકાયતમાં લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.