મોરબી : નિયામક, આયુષની કચેરી, ગાંધીનગર તેમજ જિલ્લા આયુર્વેદ અધિકારી, મોરબીની સૂચના તથા માર્ગદર્શન અન્વયે સરકારી આયુર્વેદ દવાખાનું, લખધીરનગર, મોરબી તેમજ સરકારી હોમિયોપેથી દવાખાનું, કોયલી, મોરબી દ્વારા વિનામૂલ્યે આયુર્વેદ તથા હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન તારીખ 2 ડિસેમ્બરના રોજ નવી રવાપર પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું છે.આગામી તારીખ 2 ડિસેમ્બરને શનિવારના રોજ સવારે 9 થી બપોરે 12 વાગ્યા સુધી મોરબીના રવાપર ગામની નવી પ્રાથમિક શાળા ખાતે આયુર્વેદ તથા હોમિયોપેથી યોજાશે. આ કેમ્પમાં વૈદ્ય વિરેન ઢેઢી, (મે.ઓ. આયુર્વેદ, લખધીરનગર), ડો જે. પી. ઠાકર ( મે. ઓ. હોમિયોપથી, ટંકારા), ડો. વિજયભાઈ નાંદરિયા, (મે.ઓ. હોમિયોપથી, કોયલી) સેવા આપશે. સાથે જ યોગ ટ્રેનર મહેશ્વરીબેન દલસાણીયા ઉપસ્થિત રહેશે. આ કેમ્પમાં આયુર્વેદિક નિદાન, સારવાર, હોમિયોપેથિક નિદાન, સારવાર, યોગ પ્રશિક્ષણ, આયુર્વેદિક રોગ પ્રતિરોધક દવાનું વિતરણ, હોમિયોપથિક રોગ પ્રતિરોધક દવાનું વિતરણ, હરસ, મસા, શ્વાસ, એલર્જી, ચામડીના રોગ, સ્ત્રીઓના રોગ, બાળકોના રોગ, પાચન સંબંધી તકલીફ તેમજ જીવનશૈલી આધારિત રોગોનું નિદાન અને સારવાર, 'ફિટનેસ કા ડોઝ આધા ઘંટા રોઝ' આ સૂત્ર મુજબ તંદુરસ્ત રહેવા માટેનું માર્ગદર્શન આપવામાં આવશે. તેમજ આયુર્વેદ તેમજ હોમિયોપથી દવાઓ વિના મૂલ્યે આપવામાં આવશે. કેમ્પમાં આવનાર દર્દીઓને જુની ફાઈલ સાથે રાખવા અને વધુમાં વધુ દર્દીઓ આ કેમ્પનો લાભ લે તેમ જણાવાયું છે.