એલસીબીએ ત્રણ આરોપીઓને 3,54,800ના મુદ્દામાલ સાથે ઝડપી લીધામોરબી : મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે ઘુંટુ ગામે રહેણાંક મકાનમાં ધમધમતી જુગાર કલબ ઝડપી લઈ ત્રણ આરોપીઓને 19,800 રોકડા સહિત 3,54,800ના મુદ્દામાલ સાથે પકડી પાડી મોરબી તાલુકા પોલીસ મથકમાં જુગારધારા મુજબ ગુન્હો નોંધાવ્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ઘુંટુ ગામે રહેતા આરોપી કેતનભાઈ રતિલાલભાઈ સોરીયાના મકાનમાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગાર રમાડવામાં આવી રહ્યો હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી ટીમે દરોડો પાડતા મકાનમાં જુગાર રમી રહેલા આરોપી કેતનભાઇ રતીલાલભાઇ સોરીયા, ભાવેશભાઇ ભગવાનભાઇ સાણંદીયા અને દિનેશભાઇ ગંગારામભાઇ સનારીયા તીનપતિનો જુગાર રમતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા. પોલીસે દરોડા દરમિયાન 19,800 રોકડા, પાંચ મોબાઈલ કિંમત રૂપિયા 35 હજાર તેમજ ટાટા કંપનીની હેરજા ગાડી નંબર- GJ-36-F-9471 કિંમત રૂપિયા 3 લાખ સહિત કુલ 3,54,800નો મુદ્દામાલ કબ્જે કરી મોરબી તાલુકા પોલીસ મથકમાં જુગારધારા મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.