દિવાળીના તહેવારોમાં રોજ 100થી વધુ દસ્તાવેજ નોંધાયા, સરકારને રૂ.4.40 કરોડની સ્ટેમ્પ ડ્યુટીની આવકમોરબી : દિવાળીના તહેવારો અને લાભપાંચમ કોઈપણ કામો માટે શુભ મનાતા હોવાથી શુકનવંતા પર્વ ઉપર મોરબીમાં જમીન-મકાન અને બાંધકામ ક્ષેત્રે તેજી આવી હતી. જેની સીધી અસર દસ્તાવેજ નોંધણી પર થઈ હતી. દિવાળીના તહેવારો અને લાભપાંચમના શુભ મુહુર્તમાં જમીન-મકાનની ભારે ખરીદી થતા મોરબીની સબ રજિસ્ટ્રાર કચેરીએ દસ્તાવેજ નોંધણી માટે ભારે ધસારો થયો હતો. આથી મોરબી પંથકમાં છેલ્લા 12 દિવસમાં અધધ 898 દસ્તાવેજોની નોંધણી થઈ હતી.મોરબીમાં દિવાળીના તહેવારોમાં સબ રજિસ્ટ્રાર કચેરીએ દસ્તાવેજ નોંધાવવા માટે સામાન્ય દિવસો કરતા પણ અનેકગણી વધુ ભીડ જામી હતી. દિવાળીના આગલા બે ત્રણ દિવસ પહેલા એટલે સારા કાર્યો માટે શુભ ગણાતી ઘનતેરસથી દસ્તાવેજ નોંધાવવાનું શરૂ થઈ જતા ધનતેરસથી ગઈકાલ સુધીમાં દરરોજ સરેરાશ 100થી વધુ દસ્તાવેજો નોંધાયા હતા. સબ રજિસ્ટ્રાર કચેરીની સતાવાર યાદી મુજબ તા.8ના રોજ 102, તા.9ના રોજ 128, તા.10ના રોજ 137 પછી તા.11, 12, 13ના રોજ રજાઓ તેમજ તા.14, 15ના રોજ પણ દિવાળીની રજાનો માહોલ હોવાથી તા.16ના રોજ 29, તા.17ના રોજ 23, તા.18ના રોજ 37, તા.20ના રોજ 56, તા.21ના રોજ 58 પછી લાભપાંચમન શુભ મહુર્તમાં દસ્તાવેજ નોંધણીમાં વધારો થતાં તા.22ના રોજ 68, તા.23ના રોજ 91, તા.24ના રોજ 97 અને ગઈકાલે તા.28ના રોજ 101 દસ્તાવેજો નવા બન્યા છે. આમ 12 દીવસમાં 898 દસ્તાવેજો નોંધાયા છે. આથી સરકારને દિવાળી ફળી હોય એમ 12 દિવસમાં જમીન-મકાન લે વેચમાં ભારે ઉછાળો આવતા દસ્તાવેજો થકી સરકારને સ્ટેમ્પ ડ્યુટીની રૂ.4.40 કરોડની આવક થઈ છે અને નોંધણી ફી ની રૂ.63.56 લાખની આવક સરકારી તિજોરીમાં જમા થઈ છે.