મોરબી : મોરબીમાં માનસિક અસ્વસ્થ ભૂલી પડેલ સગીરા અંગે જાણ થતાં જ તુરંત 181ની ટીમે આ સગીરાનું સફળતાપૂર્વક કાઉન્સેલિંગ કરી તેનું માતા સાથે મિલન કરાવ્યું હતું. સગીર યુવતીને પરિવારને સોંપી અને ભવિષ્યમાં તેનું ધ્યાન રાખવા સૂચન કરાયું હતું. બાદમાં સગીરાના માતાએ 181 અભયમ ટીમનો આભાર માન્યો હતો.પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલના રોજ એક સજ્જન વ્યક્તિ દ્વારા 181મા ફોન આવેલ કે સગીર વયની દિકરી મળી આવેલ છે માટે મદદની જરૂર છે. 181 ટીમના કાઉન્સિલર સેજલ પટેલ, કોન્સ્ટેબલ જ્યોત્સનાબેન તેમજ પાયલોટ પ્રદીપભાઈ ઘટના સ્થળે સગીરા સુધી પહોંચેલ હતા. સૌપ્રથમ તે સગીરાને સાંત્વના આપેલ હતી.ત્યારબાદ સજ્જન વ્યક્તિ સાથે ચર્ચા કરતા તેમણે જણાવેલ કે આ સગીર યુવતી ઘણા સમયથી અહીં એકલા દુકાન પાસે બેઠા હોય કશું બોલતા ના હોય ત્યારબાદ સગીરાનું કાઉન્સિલિંગ કરતા તેઓ ક્યાં રહે છે ક્યાંથી આવ્યા વગેરે પૂછવાના ઘણા પ્રયત્નો કરેલ હતા. પરંતુ તે કશું જણાવતા ન હોવાથી સગીરાને આજુબાજુના વિસ્તારમાં લઈ જઈ પૂછપરછ કરેલ હતી.ત્યારબાદ ઘણા પ્રયત્નો બાદ સગીરાનું સરનામું મળી આવતા તે સરનામે લઈ જઈ સગીરાના માતાને સોંપેલ ત્યારબાદ તેમના માતાનું કાઉન્સિલિંગ કરતા તેમણે જણાવેલ કે તેમની દીકરીને બાળપણમાં ખેંચ આવતી હોવાથી તેઓ માનસિક રીતે અસ્વસ્થ હોય તેમની દવા પણ શરૂ હોય તેમની દીકરી રાત્રે ઘરમાંથી અચાનક નીકળી ગયેલ હોય આજુબાજુના વિસ્તારમાં તેમજ ઘણા લોકોને તેમની દીકરી બાબતે પૂછપરછ કરેલ પરંતુ ક્યાંય ખબર મળે નહીં તેઓ પણ ચિંતિત હતા.