મોરબી : રઘુવંશી યુવક મંડળ - મોરબી દ્વારા તારીખ 31/12/2023 ના રોજ લોહાણા જ્ઞાતિના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા લોહાણા વિદ્યાર્થી ભુવન મોરબી ખાતે રમતગમત હરિફાઈ, વેશભૂષા હરીફાઈ અને ડાન્સ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યુ છેરઘુવંશી યુવક મંડળના પ્રમુખ જયેશભાઈ કોટેચાના જણાવ્યા મુજબ રમતગમત હરિફાઈમાં LKG થી ધોરણ 1ના વિદ્યાર્થીઓ માટે રમત પીકઅપ બોલ, ધોરણ 2 થી 4ના વિદ્યાર્થીઓ માટે રમત મ્યુઝિકલ ચેર, ધોરણ 5 થી 8ના વિદ્યાર્થીઓ માટે એક મિનિટ હરીફાઈ રહેશે. આ ઉપરાંત વેશભૂષા અને ડાન્સ કોમ્પિટિશનમાં LKG થી ધોરણ 4ના વિદ્યાર્થીઓ માટે વેશભૂષા અને ડાન્સ કોમ્પિટિશન તેમજ ધોરણ 5થી કોલેજના વિદ્યાર્થીઓ ડાન્સ કોમ્પિટિશનમાં ભાગ લઈ શકશે.અત્રે નોંધનીય છે કે વેશભૂષા તથા ડાન્સ હરિફાઈ માટે વહેલા તે પહેલાના ધોરણે વધુમાં વધુ 75 એન્ટ્રી સ્વીકારવામાં આવશે. ઉપરોક્ત હરીફાઈનો રઘુવંશી બાળકો વધુમાં વધુ લાભ લે તે માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 28/12/2023 ને ગુરૂવાર છે. ફોર્મ મેળવવા તથા સ્વીકારવા માટે 1) કેવિન ગેસ સર્વિસ : નવા બસ સ્ટેન્ડ સામે, શનાળા રોડ, મોરબી મો. 98798 34034, 2) દરિયાલાલ આલુ ભંડાર : નવાડેલા રોડ, મોરબી મો. 98981 14348, 3) મનોજ ઝેરોક્ષ કોપી સેન્ટર : કુબેરનાથ રોડ, મોરબી ફોન 02822 - 220 476 વગેરે સ્થળોનો સંપર્ક કરવાનો રહેશે.