મોરબી : વિક્રમ સવંત 2080ના નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવવા અને ભાજપનો સંદેશ લોકો સુધી પહોંચાડવા મોરબી-માળીયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને મોરબી શહેર, તાલુકા, માળીયા શહેર, તાલુકા ભાજપ દ્વારા તા. 2જી ડિસેમ્બરના રોજ નૂતનવર્ષ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.આગામી તારીખ 2 ડિસેમ્બર ને શનિવારના રોજ સાંજે 4 કલાકે મોરબીના સર્કિટ હાઉસની સામે આવેલી ઉમા ટાઉનશિપ ખાતે નૂતનવર્ષ સ્નેહમિલન યોજાશે. આ સ્નેહમિલનમાં પધારવા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, મોરબી શહેર ભાજપના લાખાભાઈ જારીયા, રિશિપભાઈ કૈલા, ભાવેશભાઈ કંજારીયા, મોરબી તાલુકા ભાજપના અરવિંદભાઈ વાંસદડિયા, બચુભા રાણા, બચુભાઈ ગરચર, માળીયા તાલુકા ભાજપના મણીલાલ સરડવા, મનિષભાઈ કાંજીયા, અરજણભાઈ હુંબલ, માળીયા શહેર ભાજપના અલ્યાસભાઈ મોવર, હનીફભાઈ જેડા, અવેશભાઈ મોવર દ્વારા આમંત્રણ પાઠવાયું છે. કાર્યક્રમના અંતે ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.