વાંકાનેર : વાંકાનેર તાલુકાના મહિકા ગામે રહી ખેત મજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના વતની ખેત શ્રમિકને પત્નીએ દારૂ પીવાની ના પાડતા ઝેરી દવા પી આપઘાત કરી લીધાનું સામે આવ્યું છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના વતની અને હાલમાં મહિકા ગામે ખેતમજૂરી કરતા બબલુ ધુલસિંહ ધારવા ઉ.28 નામના ખેત શ્રમિક યુવાનને તેની પત્નીએ દારૂ પીવાની ના પાડતા યુવાનને મનમાં લાગી આવતા વાડીએ ખડમા છાંટવાની દવા પી લેતા પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.