દિવાળી પછીથી ન્યુમોનિયા, ડેંગ્યુ સાહિની બીમારીઓ વધી હોવાની વચ્ચે આકાશી આફતનો ડામમોરબી : મોરબીમાં દિવાળી પછીથી રોગચાળો ફાટી નીકળ્યો હોવાની વચ્ચે ગઈકાલે આકાશી આફત ઉતરી હતી. જેમાં બરફના તોફાન સાથે કમોસમી વરસાદ પડતાં ઠેરઠેર વરસાદી પાણી ભરાય ગયા હોય ઘણા સમયથી અનેક જગ્યાએ કચરાના ડુંગર ખડકાયા હોવાથી ગંદકીને લીધે રોગચાળો બેકાબુ બને તેવી દહેશત છે. ત્યારે જિલ્લાના આરોગ્ય તંત્ર કચેરીમાં જ બેઠા બેઠા સર્વગ્રાહી મૂલ્યાંકન કરવાને બદલે મેદાને આવી રોગચાળાને વધુ ફેલાતા અટકવવા માટે ઠોસ કદમ ઉઠાવે તેવી માંગ ઉઠી છે.મોરબીમાં મિશ્ર ઋતુને કારણે પહેલેથી જ રોગચાળાએ ભારે પંજો જમાવ્યો છે. જેમાં વાયરલ ઇન્ફેક્શનજન્ય બીમારીઓની સાથે ડેંગ્યુ,મેલેરિયા, ટાયફોડ અને ન્યુમોનિયા સહિતના ગંભીર રોગો અનેક લોકોને લપેટમાં લઇ લીધા છે અને નાના મોટાં ક્લિનિકોથી માંડીને મોટી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાય રહી છે. આવી કપરી સ્થિતિ વચ્ચે માવઠાએ ડામ આપ્યો છે. જેમાં ઘણા સમયથી અનેક જગ્યાએ કચરાના ગંજ ખડકાયેલા હોય તેની ઉપર ગઈકાલે બરફના કરા સાથે કમોસમી વરસાદ પડતાં સ્થિતિ ગંભીર બની ગઈ છે. કારણ કે ઠેરઠેર વરસાદી પાણી ભરાયેલા છે. તેમાં જો પાલિકા તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા ટુક સમયમાં યોગ્ય સફાઈ કરી દવા છટકાવ નહિ કરાઇ તો મચ્છરોનો ઉપદ્રવ વધશે અને અનેક લોકોને ગંભીર બીમારીઓના સિકજામાં લેશે તેવી ભીતિ વ્યક્ત થઈ રહી છે.