હળવદ : હળવદ - ચરડવા હાઇવે ઉપર મોરબી તરફથી બાઈક લઈને આવી રહેલા કપિલભાઈ વાલજીભાઈ ચાવડા ઉ.27 રહે.રેસા સેનટરી, ઉંચી માંડલ, મૂળ રહે.પાટડી જી.સુરેન્દ્રનગર વાળાને હળવદ તરફથી આવતી જીજે - 36 - ડબ્લ્યુ - 0767 નંબરની રીક્ષાના ચાલકે ઠોકર મારી અકસ્માત સર્જતાં ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતના આ બનાવ અંગે મૃતકના બનેવી જગદીશભાઈ લાલજીભાઈ રાઠોડે હળવદ પોલીસ મથકમાં રીક્ષા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.