મોરબી : મોરબી - કચ્છ હાઇવે ઉપર રવિરાજ ચોકડી પાસેથી મોરબી એલસીબી પોલીસે બાતમીને આધારે શંકાસ્પદ હાલતમાં નીકળેલ સ્વીફ્ટ કારના ચાલકને 400 લીટર દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લઈ રૂપિયા 2.08 લાખનો મુદ્દામાલ કબ્જે કરી અન્ય બે આરોપીઓના નામ ખોલાવી ત્રણ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે મોરબી કચ્છ હાઇવે ઉપર રવિરાજ ચોકડી નજીક વોચ ગોઠવી જીજે - 03 - એફકે - 7529 નંબરની સ્વીફ્ટ કાર રોકી તલાશી લેતા મૂળ ઉપલેટા અને હાલ મોરબી રહેતા કાર ચાલક આરોપી ઈરફાન ગુલામભાઈ જામના કબ્જામાંથી 400 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 8000 મળી આવતા પોલીસે 2,08,000ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી આ ગોરખધંધામા આરોપી શાહરુખ ફિરોજભાઈ પઠાણ રહે. મોરબી અને સલીમ ઉર્ફે ક્લો રહે.સુરજબારી કચ્છ વાળાને ફરાર દર્શાવી ત્રણેય વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.