માળિયા : માળીયા બ્રાન્ચ કેનાલના પાણી આવી જવાનું હોવાથી આવતીકાલે રવિવારે એકત્ર થઈને વિરોધ નોંધાવવાનો જે કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો હતો તે રદ કરવામાં આવ્યો છે.ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા જણાવાયું છે કે આવતીકાલે કેનાલમાં પાણી પહોચી જવાનું હોવાથી આવતી કાલે તા-૨૬ને રવિવાર નાં ૯-૩૦ રોજ ખાખરેચી/ વેણાસરના રસ્તે માળીયા બ્રાન્ચ કેનાલ ઉપર એકઠા થવાનો કાર્યક્રમ રદ કરવા આવ્યો છે. આથી દરેક ખેડૂત મિત્રો એ આ બાબતે ખાસ નોંધ લેવી.