મોરબી : મોરબીમાં સામાકાંઠા વિસ્તારમાં મહેન્દ્રસિંહજી હોસ્પિટલ પાસે આવેલ લક્ષ્મીનારાયણ સોસાયટીમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. કથાના વક્તા તરીકે મોરબીના સુપ્રસિદ્ધ પ્રખર વિદ્વાન ભાગવતાચાર્ય કથાકાર શાસ્ત્રીજી કૃષ્ણચંદ્ર દિલીપભાઈ દવે બિરાજશે.કથા પ્રારંભ વિ.સંવત ૨૦૮૦ને માગશર સુદ ૭ ને તા. ૧૯ ડીસેમ્બરને મંગળવારથી થશે. માગશર સુદ ૧૪ ને સોમવારે તા.૨૫ ડીસેમ્બરના રોજ કથા વિરામ થશે. કથા દરમિયાન વિવિધ ધાર્મિક પ્રસંગો શ્રીમદ ભાગવત માહાત્મય, સાંખ્યો પદેશ, કપિલ પ્રાગટ્ય, નરસિંહ પ્રાગટ્ય, વામન પ્રાગટ્ય, શ્રી રામ જન્મ, શ્રીકૃષ્ણ જન્મ, ગોવર્ધન પૂજા, રૂક્ષ્મણી વિવાહ, શ્રી સુદામાચરિત્ર, પરીક્ષિત મોક્ષ જેવા પાવન પ્રસંગો ધામધૂમ થી ઉજવાશે.તેમજ કથા સમય બપોરે 2.00 થી 6.00 વાગ્યા સુધીનો રહેશે.આ કથામાં કોઈ યજમાનોએ પોતાના પિતૃઓના ફોટા રાખી પૂજન વિધિના લાભ લેવાં માટે મો.8000911444 પર શાસ્ત્રીજી નો સંપર્ક કરવો. કથા શ્રવણ માટે સૌ ધાર્મિક ભાવિક ભક્તોને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમ યાદીમાં જણાવાયું છે.