મોડીરાત્રે હાજર થયેલ ડી.ડી.રબારીને તપાસનીશ અધિકારીના હવાલે કરાયોમોરબી : મોરબીના અતિ ચકચારી પગારખા કાંડ મામલે વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિતના આરોપીઓ સામે ગુન્હો નોંધાયા બાદ આ કેસમાં આરોપી ડી.ડી.રબારી ઉર્ફે મયુર ઉર્ફે દેવાભાઈ ક્લોત્રા ગત મોડીરાત્રે પોલીસ સમક્ષ હાજર થતા હાલમાં આરોપીની ધરપકડ કરી તપાસનિશ અધિકારીને હવાલે સોપાયો છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીની રાણીબા ઇન્ડસ્ટ્રીઝમા એક્સપોર્ટ વિભાગમા માર્કેટિંગ વિભાગમાં કામ કરતા નિલેશભાઈ દલસાણીયાને બાકી નીકળતા પગારના નાણાં આપવાને બદલે ઢોર માર મારી જાતિ પ્રત્યે હડધૂત કરી મોઢામાં પગરખું લેવડાવીની ઘટનાના આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત, ડી.ડી.રબારી સહિતના આરોપીઓ સામે ફરિયાદ નોંધાયા બાદ ગતરાત્રીના ડી.ડી.રબારી પોલીસ સમક્ષ હાજર થતા પોલીસે વિધિવત ધરપકડ કરી તપાસનીશ અધિકારીને સોંપયો હોવાનું જાણવા મળે છે.