મોરબી : મોરબીના કુબેરનગરમા રહેતા યુવાને માનસિક બીમારીથી કંટાળી જઈ પોતાના ઘેર પંખામાં દોરી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી જવા પામી છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના કુબેરનગરમાં રહેતા અને મોલ્ડીંગ ઓપરેટર તરીકે કામ કરતા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વતની વિજયગિરી ગજરાજગીરી ગૌસ્વામી ઉ.34 નામના યુવાનને છેલ્લા 12 વર્ષથી માનસિક બીમારીની દવા ચાલુ હોય અને છેલ્લા બે દિવસથી કામે નહિ જઈ ગુમસુમ રહેતા હોય ગઈકાલે પોતાના ઘેર પંખા સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.