બે દિવસ માટે સેવાસેતુ કાર્યક્રમ, પશુ આરોગ્ય કેમ્પ, કૃષિને લગતા સ્ટોલ વગેરેનું આયોજન કરાયુમોરબી : ખેડૂતોના આર્થિક ઉત્કર્ષ અને તેમને વિવિધ યોજનાઓની માહિતી આપી યોજનાઓના લાભ હેઠળ સાંકળી લેવાના હેતુથી મોરબી જિલ્લામાં 5 તાલુકા અને એક પિયતના નવા સોર્સ ખાતે 1 કુલ 6 જગ્યાઓએ ૨ દિવસીય રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩નું આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયેલા રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩ કાર્યક્રમનો જિલ્લા પંચાયતના પ્રમુખએ શુભારંભ કરાવ્યો હતો.આ કાર્યક્રમના અધ્યક્ષ જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘીએ જણાવયુ હતુ કે આપણા ખેડૂતોને માર્ગદર્શન મળી રહે તે માટે કૃષિ મહોત્સવની 2005 થી શરૂઆત આપણી સરકારે કરી છે જેથી ખેડૂતો કૃષિ ક્ષેત્રે સંલગ્ન આધુનિક તાંત્રિકતા અપનાવી શકે અને ખેડૂતોને આઇ ખેડૂત પોર્ટલ મારફતે અપાતી અલગ અલગ યોજનામાં ઓનલાઈન અરજી કરી તેનો લાભ લેવા અંગેની માહિતી આપી હતી. આ પ્રસંગે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા એ જણાવ્યું હતું કે આપણા વડાપ્રધાન 2047 માં વિકસિત ભારતના વિઝન સાથે કામ કરી રહ્યા હોય ત્યારે આપણે પણ એક વિકાસની નિવ રાખીને વિકસિત ગુજરાતથી લઈને વિકસિત હળવદ બનાવવા માટે આપણે સૌ સાથે મળીને પ્રયાસો કરીશું વધુમાં જણાવ્યું હતું કે આપણો દેશ કૃષિ પ્રધાન હોય જેમાં દેશના વિકાસમાં પાયાના ભાગરૂપે પ્રથમ કિસાન સુખી હોય અને તેમના માટે સરકાની વિવિધ યોજના થકી ખેડૂતો બહોળા પ્રમાણમાં લાભ લઈને આપણે સશક્ત વિકસિત ભારત બનાવવાની નિવ રાખી હતી. વધુમાં મહાનુભાવના હસ્તે બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ તરીકે ગણેશભાઈ રૂપાભાઇ દલવાડી તેમજ અન્ય ૩ ખેડૂત મિત્રોનું સન્માન કરવામાં આવ્યું હતું તથા રોટાવેટર માટેના લાભાર્થીને પૂર્વ મંજૂરી હુકમ તેમજ ટ્રેકટરના લાભાર્થીને પેમેન્ટ ઓર્ડરનું વિતરણ કરવામાં આવ્યું. રાજ્યપાલ જ્યારે પ્રાકૃતિક કૃષિના હિમાયતી હોય ત્યારે પ્રાકૃતિક ખેતી કરતા દાજીભાઈએ તેમના અનુભવોનો નીચોડ બધા સમક્ષ રજૂ કર્યો હતો.રવિ કૃષિ મહોત્સવ 2023 હળવદ તાલુકાનું આયોજન એપીએમસી હળવદ ખાતે યોજવામાં સહભાગી થનાર એપીએમસી ચેરમેન રજનીભાઈ પટેલ પ્રાસંગિક ઉદબોધન આપ્યું હતું. જિલ્લાના રજીસ્ટ્રાર ડી વી ગઢવીએ સહકાર વિભાગના 20 મુદ્દા કાર્યક્રમ અંતર્ગત ખેડૂત ઉપયોગી ઉદબોધન આપ્યું હતું. વૈજ્ઞાનિક ડોક્ટર પી પી ગજરે શ્રી અન્ન વ્યક્તવ્ય અંતર્ગત ૨૦૨૩ ઇન્ટરનેશનલ યર ઓફ મીલેટ્સ તરીકે સરકાર ઉજવણી કરી રહી હોય તયારે, જુદા જુદા પ્રકાર ના તૃણ ધાન્યોની ખેતી કઈ રીતે કરવી અને તેમના થી થતા ફાયદા ઓ વિશે માહિતી આપી હતી. વૈજ્ઞાનિક ડોક્ટર ચંદ્રકાંત સિંહે ખેતી ખર્ચમાં ઘટાડો અંગે માર્ગદર્શન આપેલ અને પાક કાપણી પછી તેમનું મૂલ્ય વર્ધન કરવા અંગેની માહિતી આપી હતી. આ કાર્યક્રમ ઉદઘાટન સમારોહમાં હળવદ-ધાંગધ્રા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, જિલ્લા રજીસ્ટ્રાર ડી વી ગઢવી, હળવદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન રજનીભાઈ સંઘાણી, હળવદ તાલુકા પંચાયતના પ્રમુખ પ્રવીણભાઈ સરાવાડીયા, હળવદ તાલુકા વિકાસ અધિકારી મેહુલભાઈ સિંધવ, હળવદ મામલતદાર એમ જે પરમાર, સંયુક્ત બાગાયત નિયામક (રાજકોટ વિભાગ) આર એચ લાડાણી, મનસુખભાઈ ગોરીયા, વલ્લભભાઈ પટેલ તેમજ અગ્રણીઓ રણછોડભાઈ દલવાડી, રવજીભાઈ દલવાડી, ઉર્વશીબેન પંડ્યા, જશુબેન પટેલ વગેરે પદાધિકારીઓ અધિકારીઓ અને ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩ કાર્યક્રમ અંતર્ગત ૨ દિવસીય કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. અન્વયે બે દિવસ માટે સેવાસેતુ કાર્યક્રમ, પશુ આરોગ્ય કેમ્પ, કૃષિને લગતા સ્ટોલ વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ આ કાર્યક્રમ સંપન્ન થયો હતો.