મોરબી : મોરબી શહેરના દરબારગઢ ખાતે મોટા પ્રસાદ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે ત્યારે આ મંદિરમાં શનિદેવ ભગવાનનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ યોજાયો હતો.મોટા પ્રસાદ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હતું. મહત્વનું છે કે, આ મંદિરમાં ચત્રભુજ રાય માધવરાય, ત્રિકમરાય, મોહનરાય તેમજ વિશ્વનાથ મહાદેવ અને જોડીયા હનુમાનજી બિરાજમાન છે. આ મંદિરમાં નવ ગ્રહ શનિદેવ પણ બિરાજમાન છે. તો મોરબીની જાહેર જનતાને આ મંદિરમાં દર્શનનો લાભ લેવા જણાવવામાં આવ્યું છે. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમને સફળ બનાવવા નિકુંજભાઈ, જીગ્નેશભાઈ, જયભાઈ અને રાજુભાઈ વગેરે જયમત ઉઠાવી હતી.