રવિ પાક માટે કેનાલમાંથી પાણી ન મળતા ખેડૂત હિત રક્ષક સમિતિએ સરકાર અને તંત્ર સામે લડતનું રણશીગું ફુક્યુંમોરબી : માળીયાના છેવાડાના ગામોમાં ખેડૂતોએ રવિ પાકનું વાવેતર કરી નાખ્યું હોવા છતાં પણ અણીના સમયે જ નર્મદા કેનાલમાંથી વાવેતર માટે પાણી ન મળતા પાક મુરઝાઈ જાય તેવી સ્થિતિમાં આવી જતા રોષે ભરાયેલા ખેડૂતોએ સરકાર અને તંત્ર સામે લડત ચલાવવાનું એલાન આપ્યું છે. જેમાં માળીયાના ખાખરેચી પાસે કેનાલ ઉપર કાલે રવિવારે ખેડૂતો ધરણા કરશે.ખેડૂત હિત રક્ષક સમિતિ બ્રાન્ચ કેનાલ - ખાખરેચ દ્વારા લડતનું એલાન કરતા જણાવ્યું હતું કે, શીયાળુ પાક માટે વાવેતર થઈ ગયેલા હોય ત્યારે જ કેનાલમાંથી પાણી મળવાનું ઓચિંતું બંધ થતાં માળીયા તાલુકાના ખેડૂતોને કરોડોનો ખર્ચ પાણીમાં જાય તેમ છે, પાણીના અભાવે હાલમાં પાક મુરજાતો હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. જેથી પાક માટે ખેડૂતોને પાણી મળે એ માટે આંદોલન ચલાવવાનું એલાન કર્યું છે. માળીયા તાલુકાના ખેડૂતોને માળીયા બ્રાન્ચ કેનાલમાં શીયાળુ પાક માટે પાણી ન મળવાથી આવતીકાલે તા.26ને રવિવારે સવારે 9.30 વાગ્યે માળીયા તાલુકાના ખેડૂતો ખાખરેચીથી વેણાસર ગામના રસ્તે કેનાલ ઉપર મોટી સંખ્યામાં ખેડૂતો ધરણાં પ્રદર્શન કરશે તેમ ખેડૂત હિત રક્ષક સમિતિએ અંતમાં જણાવ્યું હતું.