મોરબી : ડાયરેકટોરેટ ઓફ પ્રોસિકયુશન ગાંધીનગર ગુજરાત રાજ્યના ઉપક્રમે મોરબી જિલ્લા સરકારી વકીલ કચેરી દ્વારા મોરબી ડિસ્ટ્રીકટ કોર્ટ બિલ્ડીંગ ખાતે આવતીકાલે તા.26ના રોજ બંધારણ દિવસની ગરીમા સભર ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.બંધારણ દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાનાર કાર્યક્રમમાં બીજા એડિશનલ સેન્સસ જજ-મોરબી વી.એ.બુદ્ધ, જિલ્લા કલેકટર જી.ટી.પંડ્યા, એસપી રાહુલ ત્રિપાઠી, ચીફ જ્યૂડી મેજિસ્ટ્રેટ-મોરબી એમ.જે.ખાન, પ્રિન્સી. સીની.સિવિલ જજ હળવદ એ.એન.ગજ્જર, એડી. સિવિલ જજ હળવદ એ.એલ.પઠાણ, પ્રિન્સી. સીની.સિવિલ જજ મોરબી ડી.એ.રાવલ, સેક્રેટરી ડી.એલ.એસ.એ. મોરબી બી.એસ.ગઢવી, બીજા એડી.સીની.જજ મોરબી ડી.કે.ચંદનાની, એડી.સિવિલ જજ મોરબી સી.વાય.જાડેજા, પ્રિન્સી. સીની. સિવિલ જજ વાંકાનેર ડી.એમ.શાહ, એડી. સિવિલ જજ વાંકાનેર એસ.કે.પટેલ, ચીફ એલ.એ. ડી.સી.મોરબી શબાનાબેન ખોખર, પ્રિન્સી, સિવિલ જજ ટંકારા એસ.જી. શૈખ, સિનિયર વકીલ દિલીપભાઈ અગેચણીયા સહિતના વકીલો ઉપસ્થિત રહેશે.