એસોસિએશન દ્વારા મોરબીના ટ્રાવેલ એજન્ટ સભ્યોની યાદી પણ પ્રસિદ્ધ કરવામાં આવી મોરબી : હાલમાં ટુરિસ્ટો સાથે વિવિધ પ્રકારે લેભાગુ તત્વો દ્વારા છેતરપિંડી કરવામાં આવી રહી હોય, જેથી પોતાના ઓળખીતા એજન્ટો પાસે જ પેકેજ બુક કરાવવુ જોઈએ તેવુ મોરબી ટ્રાવેલ એજન્ટ એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું છે.મોરબી ટ્રાવેલ એજન્ટ એસોસિએશન દ્વારા જણાવ્યું છે કે, ગત દિવાળી વેકેશનમાં ઘણા ટુરિસ્ટો સસ્તા પેકેજ હોટેલ કે એર ટિકિટ બુક કરાવવાની લાલચમાં છેતરપિંડીનો શિકાર બન્યા હતા. ડીજીટલના જમાનામાં આ પ્રકારના ફ્રોડ ખૂબ જ વધી રહ્યા છે અને હજુ પણ વધશે ત્યારે મુસાફરોને સલાહ છે કે તેઓ પોતાના જાણીતા ટ્રાવેલ એજન્ટ પાસે જ કોઈપણ જાતનું બુકિંગ કરાવે જેથી તેઓ સાથે કોઈપણ પ્રકારનું ફ્રોડ ન થાય. આ ઉપરાંત મોરબી ટ્રાવેલ એજન્ટ એસોસિએશન દ્વારા તેમના સભ્ય ટ્રાવેલ એજન્ટની યાદી પણ જાહેર કરવામાં આવી છે.મોરબી ટ્રાવેલ એજન્ટ એસોસિએશનના સભ્યોની યાદીઅમૃત ટુલ્સ એન્ડ ટ્રાવેલ્સ ડીસી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ઉડાન ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ સવેરા ટૂર્સ એન્ડ ઇન્સ્યોરન્સ પટેલ હોલીડે એન્ડ વિઝા સર્વિસ રેઈનબો ટ્રાન્સવર્લ્ડ હિમાલય ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ આત્મીય ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ભારત ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ફિટ2ફ્લાય હોલીડે અમીગો ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ મીના ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ નવીશ ટ્રાવેલ્સ ગ્રુપ વેનિશા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ શિવ કન્સલ્ટિંગ