દીકરા દીકરીનો ભેદભાવ રોકવો, દીકરીઓને ભણાવી મહિલા સરપંચની ભાગીદારી વધારવા સહિતની પ્રતિજ્ઞા લીધીમોરબી : માળીયાની આનંદી સંસ્થા દ્વારા મહિલા હિંસા રોકથામ અંગે જનજાગૃતિ લાવવા તેમજ ભૃણ હત્યા રોકી દીકરા દીકરાના ભેદભાવને દૂર કરવા આજરોજ માળીયા ખાતે જનજાગૃતિ રેલીનું આયોજન કરાયું હતું.યુનાઇટેડ નેશન્સના સેક્રેટરી જનરલની યુએનટીઇએ 2030 સુધીમાં મહિલા પર થતી હિંસા અટકાવવા (યુએનટીઇટી અભિયાન) જાગૃતિ વધારવા, હિમાયત કરવાની હિમાયત કરવા વૈશ્વિક પગલાં લેવા હાકલ કરી છે. જે માટે જાતિ આધારિત હિંસા સામેના 16 દિવસના સક્રિયકરણની ઉજવણી 25 નવેમ્બરથી 10 ડિસેમ્બર સુધી કરવાની વેશ્વિક ઘોષણા છે જે અંતર્ગત સંસ્થા -સંગઠન માળિયાના ગામોમાં મહિલા -યુવતીઓ પર થતી હિંસાના રોકથામ અને સલામતી અર્થે લોક જાગૃતિ ઝુંબેશ કરવાનું આયોજન કરાયું છે.લોક જાગૃતિ ઝુંબેશના પહેલા દિવસ એટલે કે 25 નવમ્બરે માળિયામાં મહિલા હિંસા જાગૃતિ અને નાબૂદી માટે એક રેલીનું આયોજન હતું .આ રેલીમાં સંગઠન -સંસ્થાના સભ્યોના કૂલ 98 સભ્યો -કાર્યકર જોડાયા હતા. આનંદી સંસ્થા મોરબી જીલ્લામાં છેલ્લા 22 વર્ષોથી મહિલા હક્ક અને અધિકાર માટે કાર્યરત છે. આનંદી સંસ્થા હાલ માળિયાના સ્થાનિક બહેનોના માળિયા મહિલા શક્તિ સંગઠન કે જેમાં 1000થી વધુ સભ્ય છે તેમની સાથે મળીને માળિયા તાલુકામાં ન્યાય સમિતિનું સંચાલન પણ કરે છે. આ રેલીમાં બહેનોએ મહિલા હિંસા નાબૂદી જાગૃતિ માટે સુત્રોચાર કરી સંગઠનની શક્તિ અને હિંસા નાબૂદી માટેના ગીતો ગાયા હતા.આ સાથે સાથે જેન્ડર પ્રતિજ્ઞા કે જેમાં દીકરા દીકરીનો ભેદભાવ રોકવો,.દીકરીઓને ભણાવી, મહિલા સરપંચની ભાગીદારી વધારવા તથા મહિલાઓ માટે ઉપયોગ થતા અપશબ્દો રોકવા જેવી પ્રતિજ્ઞા લીધી હતી.આ રેલી દરબારગઢ ચોકથી થઇ વાઘોડિયા ગેટ -મામલતદાર કચેરી– માસુમપીરની ગલી - પોલીસ સ્ટેશન થઇ આનંદી ઓફીસ માળિયામાં સમાપ્ત થઇ હતી. આ રેલીમાં માળિયા પોલીસ સ્ટેશનથી પણ મહિલા હેલ્પ અને શી ટીમ વિષે જાણકારી આપવામાં આવી હતી.રેલીના અંતમાં સંગઠન -સંસ્થા દ્વારા જે બહેનોએ એક થઇ હિંસાને સામે અવાજ ઉઠવ્યો હતો તેવા સ્થાનિક બહેનોએ તેમની અનુભવ કથા પણ રજૂ કરી હતી.