મોરબી : પશ્ચિમ મધ્ય રેલવેના ભોપાલ ડિવિઝનના બુધની-બરખેડા સેક્શનમાં ત્રીજી લાઇનને શરૂ કરવા માટે સૂચિત નોન-ઇન્ટરલોકિંગ કાર્યને કારણે, રાજકોટ ડિવિઝનમાં થી પસાર થતી સોમનાથ-જબલપુર એક્સપ્રેસ ટ્રેન ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે. ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડતી ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:- ડાયવર્ટ કરાયેલી ટ્રેનો:-1) 28 નવેમ્બર, 2023 થી 09 ડિસેમ્બર, 2023 સુધી, ટ્રેન નંબર 11464 જબલપુર-સોમનાથ એક્સપ્રેસ જબલપુર-કટની મુરવારા-બીના-ભોપાલ થઈને ચાલશે.2) 28 નવેમ્બર, 2023 થી 08 ડિસેમ્બર, 2023 સુધી, ટ્રેન નંબર 11463 સોમનાથ-જબલપુર એક્સપ્રેસ ભોપાલ-બીના-કટની મુરવારા-જબલપુર થઈને ચાલશે.