મોરબી : મોરબીના મકનસર તેમજ વાંકાનેરના ઢુવા ગામ ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું આગમન થયું હતું. સ્વચ્છ ભારત મિશન (ગ્રામ્ય) યોજના હેઠળ ઓડીએફ પલ્સ મોડેલ એટલે કે ઘેર ઘેર જાજરૃની સુવિધા સહીતના પેરામીટર ધરાવતા હોય તેવા ગામોને અભિનંદન આપી સન્માનિત કરવામાં આવે છે. ત્યારે યાત્રા દરમિયાન ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા મોરબી તાલુકાના મકનસર તથા સાંસદ મોહનભાઈ કુંડારિયા દ્વારા વાંકાનેર તાલુકાના ઢુવા ગામને સ્વચ્છ ભારત મિશન (ગ્રામ્ય) યોજના હેઠળ ગ્રામ પંચાયતને ઓડીએફ પલ્સ મોડેલ જાહેર કરી સરપંચોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.સમગ્ર ગુજરાતમાં સરકારની વિવિધ યોજનાઓના લાભ છેવાડાના લોકો સુધી પહોંચે તે માટે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રાનું મોરબી જિલ્લામાં પણ આગમન થઈ ચૂક્યું છે. મોરબી જિલ્લાના ગામોમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ના 3 રથો ભ્રમણ કરી રહ્યા છે. આ રથો દ્વારા સરકારની વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓની માહિતી ગ્રામજનો સુધી અસરકારક રીતે રજૂ કરવામાં આવી રહી છે. યાત્રા દરમિયાન ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા મોરબી તાલુકાના મકનસર તથા સાંસદ મોહનભાઈ કુંડારિયા દ્વારા વાંકાનેર તાલુકાના ઢુવા ગામને સ્વચ્છ ભારત મિશન (ગ્રામ્ય) યોજના હેઠળ ગ્રામ પંચાયતને ઓડીએફ પલ્સ મોડેલ જાહેર કરી સરપંચોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.