વાંકાનેર : વાંકાનેર - મોરબી હાઇવે ઉપર ઢુંવા ઓવરબ્રિજ નજીક પગપાળા જતા મખન રંધીરા આદિવાસી નામના શર્મિકને તા.22ના રાત્રીના સમયે કોઈ અજાણ્યા વાહનચાલકે હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા શ્રમિકનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની આ ઘટના અંગે વાંકાનેર તાલુકા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.