મોરબી : અભ્યાસની સાથે વિદ્યાર્થીઓની આધ્યાત્મિક ઉન્નતી થાય તે માટે મોરબીની અગ્રણી કોમર્સ કોલેજ તરીકે આગવી ઓળખ ધરાવતી મોરબીની પી.જી.પટેલ કોલેજના વિદ્યાર્થીઓ માટે પ્રમુખ દેવકરણ ભાઈની પ્રેરણાથી તથા આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટના માર્ગદર્શન હેઠળ કોલેજના તા. ૨૨ અને ૨૩ નવેમ્બર બે-દિવસીય વિશેષ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.આ શિબિરમાં યોગ ટ્રેઈનર તરીકે પ્રવીણભાઈ મજીઠીયા(ગાંધીનગર), પ્રો. હરિત જોશી સાહેબ (જુનાગઢ) તથા અમીશ પટેલ સાહેબ (આણંદ) ખાસ ઉપસ્થિત રહીને વિધાર્થીઓને ૩ SRB યોગ (લયબદ્ધ શ્વસન) અને તેનાથી થતા ફાયદાઓ વિષે રસપ્રદ રીતે અવગત કર્યા હતા તેમજ યોગ અને આંતરિક અનુશાશન દ્વારા કઈ રીતે અભ્યાસની સાથે શારીરિક ફાયદાઓ પણ મેળવી શકાય તે અંગે રસપ્રદ છણાવટ કરી હતી. આ શિબિરમાં મોટી સંખ્યામાં કોલેજના વિધાર્થીઓ અને સમગ્ર કોલેજ સ્ટાફ તેમજ મોરબીની આસપાસની સરકારી શાળાના આચાર્ય અલ્પેશભાઈ પુજારા (સજ્જનપર પ્રા.શાળા) રાકેશભાઈ રાઠોડ (ભીમગુડા પ્રા.શાળા) તથા રાજુભાઈ વ્યાસ (રાયધ્રા પ્રા. શાળા) ઉત્સાહભેર જોડાયા હતા.