મોરબી : મોરબીમાં ભંડવાર શેરીમાં આવેલ ઝાલા પરિવારના મઢમાં શક્તિ માના 948માં જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સાંજે 948 દિવાની મહા આરતી કરવામાં આવી હતી. આ સાથે મહા પ્રસાદ યોજવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં ઝાલા પરિવારના લોકોએ અહીં ઉપસ્થિત રહી માની આરાધના કરી હતી.