કેનાલમાં પૂરતા પ્રમાણમાં પાણી છોડી દીધું હોય પણ અધિકારીઓની બેદરકારીના કારણે ખેડૂતો સુધી પાણી પહોંચતું ન હોવાના આરોપ સાથે માળીયાની ખેડૂત હીતરક્ષક સમિતિની નર્મદા નહેરના ડિરેક્ટરને ધારદાર રજુઆતમોરબી : માળીયા પંથકમાં ખેડૂતોએ કરેલા રવિ પાક મુરજાય જવાની દહેશત ઉભી થઇ છે. જેમાં માળીયા પંથકમાં ખેડૂતોએ રવિ પાકનું વાવેતર કરી નાખ્યું હોય અને અણીના સમયે જ નર્મદા કેનાલમાંથી સિંચાઈ માટે પાણી ન પહોંચતું ન હોય અને કેનાલમાં પૂરતા પ્રમાણમાં પાણી છોડી દીધું હોય પણ અધિકારીઓની બેદરકારીના કારણે ખેડૂતો સુધી પાણી પહોંચતું ન હોવાના આરોપ સાથે માળીયાની ખેડૂત હીતરક્ષક સમિતિએ નર્મદા નહેરના ડિરેક્ટરને ધારદાર રજુઆત કરી બે દિવસમાં પાણી ન મળે તો આંદોલનનું એલાન કર્યું છે.માળીયા તાલુકા નર્મદા શાખા નહેર ખેડૂત હિતરક્ષક સમિતિના પ્રમુખ જયંતિલાલ કૈલાએ નર્મદા નહેરના ડિરેક્ટરને રજુઆત કરીને જણાવ્યું છે કે, માળીયાના ખેડૂતોએ રવિ પાકનું વાવેતર કરી નાખ્યું હોય પણ નર્મદા કેનાલનું પાણી ન મળતું હોવાથી ખેડૂતોનો રવિ પાક નિષફળ જવાની દહેશત વ્યક્ત કરી છે. નમર્દા કેનાલમાંથી પૂરતા પ્રમાણમાં પાણી છોડી દેવાયું છે. પણ અધિકારીઓની બેદરકારીને કારણે કેનાલમાં છોડેલું પાણી રસ્તામાં વેડફાય જાય છે અને છેવાડે આવેલા ગામોના ખેડૂતો સુધી પાણી પહોંચતું નથી. જો બે દિવસમાં માળીયાના છેવાડાના ખેડૂતોને પાણી નહિ મળે તો ખેડૂતોનો પાક નિષફળ જશે અને બિયારણ સહિતનો ખર્ચો માથે પડવાથી ખેડૂતો દેવાદાર બની જશે. આથી માળીયા, ધ્રાગંધ્રા, મોરબી બ્રાન્ચની નર્મદા કેનાલની અંદર જો તા.25 નવેમ્બર એટલે બે દિવસમાં પાણી નહિ મળે તો ખેડૂત હિતરક્ષક સમિતિ તેમજ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને ખેડૂત આગેવાનો સહિતના ખેડૂતો કેનાલ પર આંદોલન કરશે એવું ખેડૂત હિતરક્ષક સમિતિએ જણાવ્યું છે.