મોરબી : મોરબી જિલ્લામાં ખેડૂતોએ રવિ પાકનું વાવેતર કર્યું હોય ખેડૂતોને રવિ સીઝનમાં આધુનિક ખેતીની સમજ આપવા, કૃષિ વિશે યોગ્ય માર્ગદર્શન આપી ખેડૂતલક્ષી સહાય યોજનાની સમજ આપવા અને સેવા સેતુ કાર્યક્રમનો લાભ લઇ શકે એ માટે રાજ્ય સરકાર દ્વારા રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને આ રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત તાલુકા વહીવટી તંત્ર દ્વારા આવતીકાલે તા.24ના રોજ સવારે 9-30 કલાકે મોરબીના એપીએમસી ખાતે તાલુકા કક્ષાના કૃષિ મેળા, કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન યોજાશે. જેમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે. આથી આ કૃષિ મહોત્સવનો તમામ ખેડુતોને લાભ લેવા અપીલ કરાઈ છે.