મોરબી : મોરબીના જુના રફાળેશ્વરથી જાંબુડિયા જતા રોડ ઉપર રસ્તો ઓળંગી રહેલા યુવાનને ટ્રક ચાલકે હડફેટે લઈ કચડી નાખતા યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના જુના રફાળેશ્વરથી જાબુંડીયા જતા રોડ ઉપર મિલેનિયમ પેપરમિલ પાસે રસ્તો ઓળંગી રહેલા ખોડીદાસ વિનોદભાઈ કાવર ઉ.21 નામના યુવાનને ટ્રક નંબર જીજે - 12 - એટી - 6658 નંબરના ચાલકે હડફેટે લઈ વ્હીલ નીચે કચડી નાખતા ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત બાદ ટ્રક ચાલક નાસી છૂટતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.