કારમાં ચોરાઉ 22 ઇલેક્ટ્રિક મોટર લઈ જતી વેળાએ વાહન ચેકીંગ દરમિયાન 4 શખ્સો તાલુકા પોલીસની ઝપટે ચડી ગયામોરબી : મોરબી તાલુકા પોલીસે ડાયમંડનગરની બાજુમાં આવેલ પુરૂષાર્થ કોટન ઇન્ડસ્ટ્રીઝમાંથી ઇલેકટ્રીક મોટરોની ચોરી કરતી ગેંગને પકડી પાડી ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલ્યો છે.પ્રાપ્ત વિગતો અનુસાર પીપળીયા ચાર રસ્તાથી આમરણ જતા રસ્તે ડાયમંડનગરની બાજુમાં આવેલ પુરૂષાર્થ કોટન ઇન્ડસ્ટ્રીઝમાંથી ઇલેકટ્રીક મોટરો નંગ-૨૨ કિં.રૂ.૧,૯૮,૦૦૦/- ની ચોરી થઈ હોય જે મામલે ફરિયાદ નોંધાતા મોરબી તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી. આ દરમ્યાન મોરબી તાલુકાના ધુળકોટ ગામની સીમમાં, ઝવેરી મેલડી માતાજીના મંદિર પાસે આવેલ પુલ ઉપર વાહન ચેકીંગ કરતા દરમ્યાન એક મહિન્દ્રા કંપનીની બોલેરો કાર રજી.નં. GJ-36-T-8318 વાળી નીકળતા જેમાં ચાર ઇસમો બેસેલ હોય જેઓની પુછપરછ કરતા શંકાસ્પદ જણાતા પોકેટકોપના માધ્યમથી સર્ચ કરતા કાર ઓનર ખીમજીભાઇ બચુભાઇ કોસીયા વાળા હોય જે કારમાં હાજર ન હોય તેમજ ચારેય ઇસમો પૈકી અશોભાઇ ધીરૂભાઇ દેલવાડીયા તથા ભરતભાઈ ભવાનભાઈ ગાંગડીયા નાઓ ગુન્હાહિત ઇતિહાસ ધરાવતા હોય જેથી સદરહુ કારની તપાસ કરતા કારના ઠાઠામાં ઇલેકટ્રીક મોટરો મળી આવતા સદરહું મોટરો બાબતે સધન પુછપરછ કરતા સદરહું ઇલેકટ્રીક મોટરો મોરબી તાલુકાના પીપળીયા ચાર રસ્તાથી આમરણ જતા રસ્તે ડાયમંડનગરની બાજુમાં આવેલ પુરૂષાર્થ કોટન ઇન્ડસ્ટ્રીઝ (જીન) માંથી ચોરી કરેલાની કબુલાત આપી હતી. જેથી પોલીસે સંજયભાઇ લીબુભાઇ કુઢીયા ઉ.વ.૨૭, રહે. ભીમસર ત્રણ માળીયા, મોરબી-૦૨, સુરેશભાઇ લાભુભાઈ કુંઢીયા ઉ.વ.૨૭ રહે. ઇન્દીરાનગર, મોરબી-૦૨, અશોકભાઇ ધીરૂભાઇ દેલવાડીયા ઉ.વ.૩૪ રહે. લીલાપર, ચાર માળીયા, તા.જી.મોરબી અને ભરતભાઇ ભવાનભાઈ ગાંગડીયા ઉ.વ.૨૪, રહે. લીલાપર ચાર માળીયા, તા.જી.મોરબીની ધરપકડ કરી હતી.આ કામગીરીમાં પોલીસ ઇન્સેકટર કે.એ.વાળા તથા પો.સ.ઈ. વી.જી.જેઠવા, એ.એસ.આઇ જયદેવસિંહ ઝાલા, પોલીસ હેડ કોન્સ. દિનેશભાઇ બાવળીયા, અજીતસિંહ પરમાર, વનરાજભાઇ ચાવડા, હરેશભાઇ આગલ, જશપાલસિંહ ઝાલા, પોલીસ કોન્સ. ફતેસંગ પરમાર, રમેશભાઇ મુંધવા, દિવ્યરાજસિંહ જાડેજા, ભગીરથભાઇ લોખીલ, કેતનભાઇ અજાણા, જયદીપભાઈ પટેલ, પંકજભા ગુઢડા, કુલદિપભાઇ કાનગડ, પૃથ્વીરાજસિંહ જાડેજા, દિપસિંહ ચૌહાણ તથા યશવંતસિંહ ઝાલા રોકાયેલ હતા.