મોરબી : મોરબીના શક્ત શનાળા ગામે બિરાજમાન ઝાલા રાજવંશના કુળદેવી માં શક્તિના 948માં જન્મોત્સવ નિમિતે શક્ત શનાળાની તલવાર ટીમ અને ઇષ્ટદેવ ઝાલાવાડ સંશોધન મંડળ દ્વારા 948 દીવડાની મહાઆરતી કરવામાં આવી હતી. આ શક્તિ માતાજીની મહાઆરતીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને મોટી. સંખ્યામાં લોકોએ માં શક્તિની મહાઆરતીનો શ્રદ્ધાભેર લાભ લઈને માતાજીની પૂજા અર્ચના અને આરાધના કરી હતી. આ તકે શક્તિ ચાલીસાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું અને સવા મણ લાપસીનો પ્રસાદ લોકોને વહેંચવામાં આવ્યો હતો.