ગઢવી પરિવાર આયોજિત કથામાં સૂર, સંગીત અને સાહિત્યના કાર્યક્રમો યોજાશેહળવદ : હળવદના ચાડધ્રા ગામે ગઢવી પરિવાર દ્વારા જીગ્નેશદાદા (રાધે રાધે)ના મુખારવિંદેથી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથા તારીખ 6 ડિસેમ્બર ને બુધવારથી શરૂ થશે અને 12 ડિસેમ્બર ને મંગળવારે પૂર્ણ થશે.ચાડધ્રા ગામે હનુમાન વાડી ખાતે માધુભા ડુંગરસિંહ ગઢવીના પરિવાર દ્વારા સર્વે પિતૃઓના મોક્ષાર્થે અને ટાપરિયા (ગઢવી) પરિવારના કલ્યાણર્થે જીગ્નેશદાદાના મુખેથી ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું છે. જેમાં 6 ડિસેમ્બરથી 12 ડિસેમ્બર સુધી દરરોજ સવારે 9-30 થી બપોરે 1-30 વાગ્યા સુધી જીગ્નેશદાદા (રાધે રાધે) વ્યાસપીઠ પર બિરાજી કથાનું રસપાન કરાવશે. 6 ડિસેમ્બરના રોજ બપોરે 2 વાગ્યે પોથીયાત્રા યોજાશે. કથા દરમિયાન દરરોજ વિવિધ ધાર્મિક પ્રસંગો યોજાશે. આ ઉપરાંત 8 ડિસેમ્બરે રાસ ગરબાનું આયોજન કરાયું છે. આ ઉપરાંત 6, 7, 9 અને 11 ડિસેમ્બરે સુર, સંગીત અને સાહિત્યના કાર્યક્રમો પણ યોજાશે. જેમાં દરરોજ નામાંકિત કલાકારો ઉપસ્થિત રહેશે.